હળવદના માનગઢ ગામે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


23 એપ્રિલ થી 5 મે સુધી શિવપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું પણ ભવ્ય આયોજન

હળવદ : હળવદના માનગઢ ગામે નવનિર્માણ પામેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને સાથે જ શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

આગામી તારીખ 23 એપ્રિલ ને બુધવાર થી 1 મે ને શુક્રવાર સુધી નવનિર્માણ પામેલા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શિવપુરાણ જ્ઞાનયજ્ઞ કથા માનગઢ ગામે યોજાશે. જેમાં કથાના વક્તા શાસ્ત્રી કિરણભાઈ જોશી વ્યાસપીઠ પર બિરાજી સવારે 9 થી બપોરે 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે અને સંતો મહંતો પધારશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હવનના આચાર્ય પદે ગૌરાંગભાઈ જોશી બિરાજશે. આ નિમિત્તે તારીખ 28 એપ્રિલ ને રવિવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી માનગઢ ગામે સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 23 એપ્રિલ ને મંગળવારના રોજ રાત્રે 8 થી 12 વાગ્યા સુધી રામધૂન રોજાશે. આ ઉપરાંત તારીખ 27 એપ્રિલ ને શનિવારના રોજ રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ભજનીક પરસોતમપરી બાપુ, પિયુષ મિસ્ત્રી, લોકસાહિત્યકાર અનુભા ગઢવી હાજરી આપશે. 29 એપ્રિલ ને સોમવારના રોજ ધાંગધ્રા ભગવત ધામના શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી સ્વામી તથા સંત મંડળ દ્વારા સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના અંતિમ દિવસે એટલે કે 3 મે ને શુક્રવારના રોજ મંદિરમાં સોમનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવશે.

- text