મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર સર્વિસ વિકની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા તારીખ 14 થી 20 એપ્રિલ દરમિયાન જાગૃતિ અન્વયે ફાયર સર્વિસ વિકની ઉજવણી કરવામાં આવી હતી.

- text

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા મોરબીમાં અલગ -અલગ જગ્યાએ જેમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ- વીરપરના 1400 બાળકો અને શિક્ષકગણ, શ્યામ હોસ્પિટલ- સાવસર પ્લોટના 20 સ્ટાફ તેમજ એકતા એવન્યુ રેસીડેન્ટ બિલ્ડીંગ- દર્પણ 2 રવાપર રોડના 55 રહેવાસીઓ આમ કુલ 1475 વ્યક્તિને ફાયર ડેમોન્સ્ટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા, ઈમરજન્સી કોન્ટેક્ટ 101 નંબર વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને સમજાવ્યું હતું. તેમજ ફિક્સ ફાયર ઈન્સ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું હતું.

- text