હનુમાન ચાલીસા બોલો અને ઈનામ જીતો

- text


ટંકારાના ભુતકોટડા ગામે હનુમાન જયંતી પ્રસંગે બાળકો માટે અનોખી સ્પર્ધા

ટંકારા : બાળકોમાં ધાર્મિક મૂલ્યો સાથે સંસ્કાર સિંચનનું આરોપણ થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવતા ટંકારા તાલુકાના ભુત કોટડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા દ્વારા હનુમાન જયંતીના પાવન અવસરે શાળાના તેમજ ગામના તમામ બાળકો માટે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ઈનામી સ્પર્ધા યોજવામાં આવી છે.

- text

આગામી તા.23 એપ્રિલને મંગળવારે હનુમાન જયંતીના દિવસે શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા એક અનોખી પહેલ કરીને જે બાળકો હનુમાન ચાલીસાનું મૌખિક પઠન કરશે તેઓને આકર્ષક ભેટ આપીને સન્માનિત કરવા આયોજન કરાયું છે.

- text