વાંકાનેરમા આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઝબ્બે

- text


વાંકાનેર : આઇપીએલ ક્રિકેટ મેચના સટ્ટાની મૌસમ પુરબહારમા ખીલી છે ત્યારે વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના જીનપરા જકાત નાકા નજીકથી બે શખ્સને મોબાઈલ ફોન વડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જીનપરા જકાત નાકા નજીક આવેલ બાલા હનુમાન મંદિર સામેથી આરોપી જીગ્નેશ ઉર્ફે પેપો અશ્વિનભાઈ વીંછી અને કલ્પેશ બાબુલાલ મહેતા નામના શખ્સને મોબાઈલ ફોન વડે આઇપીએલ ક્રિકેટ મેચમાં લખનઉ સુપર જાયન્ટ અને ચેન્નઈ સુપર કિંગ્સ ઇલેવન ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 2700 તેમજ 10 હજારના મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text