20 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 20 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ, વાર શનિ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.

મહત્વની ઘટનાઓ

1745 – ફ્રાન્સના પ્રખ્યાત ફીઝીશીયન ફિલિપ પિનલનો જન્મ થયો હતો. મેન્ટલ ડિસઑર્ડર કેટલા પ્રકારના હોય છે અને તેનો ઈલાજ કેવી રીતે થશે તેની માહિતી દુનિયાને ફિલિપ પીનલે આપી હતી.

1889 – દુનિયાના સોથી મોટા તાનાશાહ એડોલ્ફ હિટલરનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો. જર્મનીની રાજનીતિને પોતાના રીમોટ કંટ્રોલથી ચલાવનાર હિટલરને ઇતિહાસના સૌથી ક્રૂર શાસકોમાંનો એક ગણવામાં આવે છે. હિટલરે લાખો લોકોની હત્યા કરાવી હતી અને બીજા વિશ્વયુદ્ધ માટે હિટલરને જવાબદાર ગણવામાં આવે છે.

1926 – વાઇટાફોન ટેક્નિક વૉર્નર બ્રધર્સે દુનિયાની સામે મૂકી હતી. આ ટેક્નિક દ્વારા ફિલ્મોમાં સાઉન્ડનો પ્રયોગ શક્ય બન્યો હતો. તે સમયમાં સાઉન્ડને સીધો ફિલ્મો પર રેકૉર્ડ કરી શકાતો ન હતો એટલે સાઉન્ડને અલગથી રેકૉર્ડ કરવામાં આવતો હતો અને ફિલ્મના પ્રોઝેક્ષન દરમિયાન વીડિયોની સાથે સાઉન્ડ પ્લે કરવામાં આવતું હતું. આવી ફિલ્મોને ટૉકીંગ ફિલ્મો અથવા ટોકિઝના નામે ઓળખાય છે.

1945 – જર્મનીના આત્મ સમર્પણ કર્યાના થોડા સમય પહેલા હિટલરે આત્મહત્યા કરી હતી.

1960 – પ્રખ્યાત સંગીતકાર અને વાંસળી વાદક પન્નાલાલ ઘોષનું મૃત્યુ થયું હતું. તેમણે હિન્દુસ્તાનના શાસ્ત્રીય સંગીતમાં વાંસળીને મુખ્ય સ્થાન અપાવ્યું હતું.

- text

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1808 – નેપોલિયન તૃતીય, (નેપોલીયન બોર્નાપાર્ટ) ફ્રેન્ચ પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ. (અ. ૧૮૭૩)

1876 – લાંસ નાયક લાલા રામ, બ્રિટિશ અને કોમનવેલ્થ સૈનિકોની વીરતા માટેનો સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર વિક્ટોરિયા ક્રોસથી સન્માનિત. (અ. ૧૯૨૭)

1883 – મોહનલાલ દવે, ગુજરાતી વિવેચક, નિબંધકાર. (અ. ૧૯૭૪)

1889 – એડોલ્ફ હિટલર, જર્મન રાજકારણી અને નાઝી પાર્ટીના સરમુખત્યાર નેતા. (અ. ૧૯૪૫)

1914 – ગોપીનાથ મોહંતી, ઉડિયા ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કાર વિજેતા. (અ. ૧૯૯૧)

1920 – જુથિકા રોય, ભારતના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય અને ભજન (ભક્તિ) ગાયક. (અ. ૨૦૧૪)

1950 – ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી. (રાજકીય પક્ષ – તેલુગુ દેશમ પાર્ટી)

પ્રખ્યાત વ્યક્તિઓના અવસાન

1236 – શમસુદ્દિન ઈલ્તત્મીશ, રઝિયા સુલતાનના પિતા.

1960 – પન્નાલાલ ઘોષ, પ્રખ્યાત બાંસુરી વાદક.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text