મોરબી ખાણખનીજ વિભાગને એક વર્ષમા 32.32 કરોડની લીઝની આવક

- text


ખાણખનીજ વિભાગે ગેરકાયદે ખનીજ વહન સંગ્રહના 223 કિસ્સા પકડી 624 લાખનો દંડ વસુલ્યો

મોરબી : કુદરતી ખનીજ સંપદાથી ભરપૂર મોરબી જિલ્લામાં બેફામ ખનીજચોરી વચ્ચે પણ તંત્રએ સતત દોડતા રહી વર્ષ 2023-24માં જુદી-જુદી લીઝ પેટે વર્ષ દરમિયાન 32.32 કરોડની આવક મેળવવાની સાથે વર્ષ દરમિયાન ખનીજચોરીના અલગ અલગ 223 કેસ પકડી પાડી 614.49 લાખના દંડની વસુલાત કરી હોવાનું જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી જ.એસ.વાઢેરે જાહેર કર્યું હતું.

મોરબી જિલ્લાના ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો વિશાળ ખનીજ સંપદા ધરાવે છે, જિલ્લાના વાંકાનેર, મોરબી અને હળવદ તાલુકાઓમાં બ્લેકટ્રેપ, સેન્ડસ્ટોન,સાીરેતી, ફાયરકલે અને રેડકલે જેવા ખનિજોની કુલ-385 ક્વોરીલીઝો આવેલી છે જેના લીધે સરાકારને દર વર્ષે કરોડોની મહેસુલી આવક મળતી હોય છે જે પૈકી વર્ષ 2022-23માં 29.28 કરોડની આવક થયેલ હતી જેની સામે વર્ષ 2023-24માં 32.32 કરોડની આવક થયેલ જે 20 ટકા જેટલો વધારો થયેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લો અસ્તિત્વ આવ્યા બાદ વર્ષ 2023-24માં અત્યાર સુધીની સૌથી વધુ 32.32 કરોડ મહેસુલી આવક થયેલ છે. તદ્દપરાંત જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનિજ ખનન, વહન અને સંગ્રહની પ્રવ્રુતિઓ અટકાવવા ખાણખનીજ વિભાગની મોરબી વિભાગની ટીમ રાત-દિવસ કામગીરી કરી અવારનાર આકસ્મિક રેડ-ચેકિંગ હાથ ધારે છે જે અંતર્ગત વર્ષ 2023-24માં ગેરકાયદેસર ખનિજ ખનન, વહન અને સંગ્રહના 223 કેસ પકડવામાં આવેલ અને જે અન્વયે 614.49 લાખના દંડની વસુલાત કરી અલગ અલગ નવ કેસોમાં ફરીયાદ દાખલ કરેલ છે જે ન્યાયિક કાર્યવાહી હેઠળ હોવાનું જણાવ્યું હતું.

- text