હળવદમાં ક્રિકેટ ટુર્નામેન્ટ: પંચનાથ બુલ ફાઈટર ટીમ ચેમ્પિયન બની

- text


ઉમિયા ચેલેન્જર્સ ટીમ રનર્સપ બની : હજારો ક્રિકેટ રશિયાઓએ ફાઇનલ મેચ નિહાળી

Halvad: હળવદ શહેરમાં આવેલી દૂધ મલીયા હનુમાનજી પાછળ હળવદ યુવા ગ્રુપ દ્વારા હળવદ પ્રીમિયમ લિગ-4નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 13 દિવસ સુધી યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટની મંગળવારે ફાઇનલ મેચ રમાઈ હતી.જેમાં પંચનાથ બુલ ફાઈટર અને ઉમિયા ચેલેન્જર્સ સામસામે ટકરાઈ હતી.અને આખરે ઉમિયા ચેલેન્જર્સ ને પછાડી પંચનાથ બુલ ફાઈટર ટીમ ચેમ્પિયન બની હતી.

હળવદની મોરબી ચોકડી પાસે આવેલી દૂધમલી હનુમાનજી મંદિરના પાછળના ગ્રાઉન્ડમાં યોજાયેલ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઈપીએલ જેવો નજારો જોવા મળ્યો હતો.મંગળવારે યોજાયેલ ફાઇનલ મેચ નિહાળવા હજારો ક્રિકેટ રશિયાઓ ઉમટી પડ્યા હતા.રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત હજારો ક્રિકેટ રશિયાઓની હાજરીમાં યોજાયેલ ફાઇનલ મેચમાં પંચનાથ બુલ ફાઈટર ટીમે પ્રથમ ટોચ જીતી બેટિંગ લઈ 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે ઉમિયા ચેલેન્જર્સ 128 રન બનાવતા પંચનાથ બુલ ફાઈટર ટીમ ચેમ્પિયન બની હતી.

ચેમ્પિયન ટીમને 1,50,000 રોકડ અને કપ આપવામાં આવ્યો હતો.પંચનાથ બુલ ફાઈટર ટીમના ઓનર હસુભાઈ પટેલે રૂપિયા 51,000 શ્રીરામ ગૌશાળામાં ગાયોના ઘાસચારા માટે અર્પણ કર્યા હતા. સાથે જ મહત્વની એ પણ જાહેરાત કરી હતી કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈપણ વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસ અર્થે જરૂરી પુસ્તક લેવા પાછળ બાકીના રૂપિયા વાપરવાની જાહેરાત કરી હાજર સૌ લોકોના દિલ જીતી લીધા હતા.

- text

- text