કજારીયા ગ્રુપ દ્વારા સેનેટરી વેરના વધુ એક પ્લાન્ટ કેરોવીટ ગ્લોબલ પ્રા.લી.નો શુભારંભ

 

અંદાજે 85 વિઘા જેટલી જમીન ઉપર પથરાયેલ વિશાળ પ્લાન્ટમાં દર મહિને સેનેટરી વેરના એક લાખ પીસ મેન્યુફેક્ચરિંગ કરવાનો લક્ષ્યાંક
ગાળા- શાપર રોડ ઉપર સ્થિત નવા પ્લાન્ટથી અનેક લોકોને રોજગારી મળશે, મોરબીના અર્થતંત્રને પણ બુસ્ટ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની નેમ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ કજારીયા ગૃપ દ્વારા સેનેટરી વેરના વધુ એક પ્લાન્ટ કેરોવીટ ગ્લોબલ પ્રા.લિ.નો શુભારંભ કરવામાં આવ્યો છે. જેની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ વેળાએ અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

મોરબીમાં સિરામિક ક્ષેત્રે 35 વર્ષથી કાર્યરત કજારીયા ગ્રુપ છેલ્લા 12 વર્ષથી સેનેટરીવેરનો પ્લાન્ટ ધરાવે છે. કજારીયા ગૃપ દ્વારા હવે સેનેટરી વેરનો બીજો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ નવુ સેનેટરીવેર મેન્યુફેક્ચરિંગ યુનિટ કેરોવિટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ગાળા- શાપર રોડ ઉપર સ્થિત છે. જેનું ઉદઘાટન કજારીયા સિરામિક લિમિટેડના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર રિશી કજારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ કજારીયા સેનેટરીવેર પ્રા.લી.ના ડિરેક્ટર અજયભાઈ મારવાણીયા સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

આ નવો પ્લાન્ટ અંદાજે 85 વિઘા જેટલી વિશાળ જમીન ઉપર પથરાયેલ છે. પ્લાન્ટમાં દર મહિને સેનેટરી વેરના એક લાખ પીસ મેન્યુફેક્ચરિંગ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ નવા પ્લાન્ટથી અનેક લોકોને રોજગારી મળવાની છે. આ ઉપરાંત અહીંથી દેશ-વિદેશમાં સેનેટરી વેરનું વેચાણ કરીને મોરબીના અર્થતંત્રને પણ બુસ્ટ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે.