મોરબીના Simpolo ગ્રુપ દ્વારા 500 દિવ્યાંગોને સાયકલ અર્પણ કરાઈ 

- text


જાણીતી સિરામિક કંપની સિમ્પોલો ગ્રુપના Simpolo ફાઉન્ડેશન દ્વારા કરાય છે અનેક સેવા કર્યો : ગ્રુપની સતત ચોથી પેઢી કરી રહી છે સેવાકાર્યો

મોરબી : મોરબીના જાણીતા Simpolo ગ્રુપ સિરામિક સહિતના વ્યવસાયમાં અગ્ર સ્થાન ધરાવે છે. આ ગ્રુપ દ્વારા ઉદ્યોગની સાથે અનેક સેવાકાર્યો પણ સતત ચલાવવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે Simpolo ગ્રુપ દ્વારા 500 દિવ્યાંગોને વિનામૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવી છે.

આ સેવાકાર્ય અંગે સીમ્પોલો ગ્રુપના ચેરમેન જીતેન્દ્રભાઈ ઠાકરશીભાઈ અઘારા મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવે છે કે મારા પિતા ઘણા વર્ષોથી વિકલાંગોને નિયમિત સાયકલ આપે છે. પરંતુ આ વર્ષે મારા પિતાની ઈચ્છા મુજબ 500 દિવ્યાંગોને સાયકલ આપવામાં આવી છે.

જ્યારે Simpolo ગ્રુપના મોભી ઠાકરશીભાઈ જણાવે છે કે મારા પિતા ગાંડુબાપા પણ અનેક સેવાકાર્યો કરતા. ત્યારે હું પણ પાંચ થી છ વર્ષે દિવ્યાંગોને સાયકલ આપુ છું. આ ચોથી વખત દિવ્યાંગોને સાયકલ આપવામાં આવશે. અન્ય સેવા કાર્ય અંગે જણાવે છે કે અમારા ગ્રુપ દ્વારા ગરીબ, નિરાધાર લોકોને દર મહિને જરૂરિયાત મુજબ પગાર આપવામાં આવે છે, જેનો દર મહિને 110 જેટલા લોકો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત અમે દરરોજ લાડવા અને ગાંઠિયાની ગાડી ભરીને રસ્તામાં દેખાતા તમામ જરૂરિયાતમંદ, નિરાધાર લોકોને આપીએ છીએ. દિવ્યાંગોને સાયકલ આપવાના સેવાકાર્ય અંગે વધુમાં જણાવે છે કે મારા મનમાં દિવ્યાંગોને સાયકલ આપવાની ઈચ્છા થતા છેલ્લા 15 વર્ષથી નિયમિત સાયકલ આપું છું. આ ઉપરાંત અમે શાળાઓમાં પણ ડોનેશન આપીએ છીએ. વિકાસ વિદ્યાલય, વૃદ્ધાશ્રમને પણ આખા વર્ષનું તેલ, ઘઉં આપી મદદ કરવામાં આવે છે. હવે મારો પૌત્ર પણ સેવાકાર્યમાં જોડાયો છે. આમ અમારી ચોથી પેઢી સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહી છે.

Simpolo ગ્રુપના ચેરમેન જીતેન્દ્રભાઈના પુત્ર અને યુવા ઉદ્યોગપતિ દિપભાઈ જણાવે છે કે મને પરિવારમાંથી જ સમાજની સેવા કરવાના ગુણ મળ્યા છે. આપણે જેટલી બીજાને મદદ કરીશું, તેટલી જ ખુશી આપણને અંદરથી આવે છે.

જ્યારે જીતેન્દ્રભાઈના ભાઈ ભરતભાઈ જણાવે છે કે Simpolo ગ્રુપ દર વર્ષે પ્રોફિટના 2% સેવાકાર્યોમાં વાપરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કહેવા મુજબ દરેક કંપનીએ ટોટલ પ્રોફિટના બે ટકા સીએસઆર એક્ટિવિટી કરવી જોઈએ. જે મુજબ અમે પણ આ એક્ટિવિટી કરી રહ્યા છીએ. મારું એવું માનવું છે કે મોરબીમાં અનેક કંપની, ફેક્ટરી છે. જો દરેક ગ્રુપ બે ટકા સીએસઆર માટે વાપરે તો મોરબીનો એક પણ વ્યક્તિ ભૂખ્યો રહેશે નહીં.

જ્યારે આજના વિકલાંગોને સાયકલ વિતરણના કાર્યક્રમમાં લાભાર્થી ભરતભાઈ ભાડજા જણાવે છે કે Simpolo ગ્રુપ આ ઉમદા કાર્ય કરે છે. જેમાં દિવ્યાંગોને આ સાયકલ આપવાનું કાર્ય મોટામાં મોટું છે. કારણ કે દિવ્યાંગો પોતાના કામ માટે બહાર જઈ શકતા નથી. પરંતુ સાયકલ હોય તો તેઓ દરેક જગ્યાએ જઇ પોતાનું કાર્ય કરી શકે છે. તેથી હું આ ગ્રુપનો આભારી છું અને તમામ દિવ્યાંગ લાભાર્થીઓ વતી હું આ ગ્રુપને શુભેચ્છા પાઠવું છું.

- text

- text