માળીયા : મોટીબરાર મોડેલ સ્કૂલમાં ધો.10 અને 12નો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : માળીયા તાલુકાના મોટીબરાર ગામની મોડેલ સ્કૂલ ખાતે ધો.10 અને 12નો વિદાય સહ શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહમાં શાળાના શિક્ષકો, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિદાયમાન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રતિભાવો અને વિદાય ગીત, સ્વ. રચિત કવિતા, શાયરી, જોક્સ અને મિમીક્રી તેમજ કોમેડી ડ્રામા, ડાન્સ જેવી વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્યા ડી.એસ.ગરાળા દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી હાંસલ કરવાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો. 9 અને 11ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ શાળાના શિક્ષક પુનિતભાઈ મેરજા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

- text

- text