મોરબીના રફાળેશ્વરમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત સાત પકડાયા

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમા જુગાર રમી રહેલા આરોપી અતુલભાઈ સવજીભાઈ ખાંભડીયા, બળદેવભાઈ ભુપતભાઈ ઢાંકણીયા, નીમુબેન કીશોરભાઈ પીપળીયા, સજજનબેન અતુલભાઈ ખાંભડીયા, ગીતાબેન લખમણભાઈ રાઠોડ, હકુબેન ધીરૂભાઈ રાઠોડ અને રીટાબેન બળદેવભાઈ ઢાંકણીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1410 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text