વી ડી જાંબુડીયા પ્રાથમિક શાળા અને રાજગઢ પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : જામસર સીઆરસીની વી ડી જાંબુડીયા પ્રા.શાળા અને રાજગઢ પ્રા.શાળા વચ્ચે ટ્વિનિંગ પાર્ટનરશીપ કાર્યક્રમ તાજેતરમાં વીડી જાંબુડીયા પ્રા.શાળા ખાતે યોજાયો હતો.

- text

આ કાર્યક્રમ સમુહ પ્રાર્થના કરી જામસર સીઆરસીના કૉ.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ, સરપંચ કાજીયા ચંદ્રેશભાઇ ડી, વરડુસર પ્રા.શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈ સી અને રાજગઢ પ્રા.શાળાના આચાર્ય ચૌધરી રાકેશભાઈ ડી.ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ટ્વિનિંગ પાર્ટનરશીપ અંતર્ગત શિક્ષકો દ્વારા જુદી-જુદી એક્ટિવિટી જેવી કે ક્વિઝ સ્પર્ધા, રમત ગમતની પ્રવૃત્તિઓ, ગણિત અને વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગરે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 8ના તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભાગ લીધેલા તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વી ડી જાંબુડિયા પ્રા.શાળાના આચાર્ય ખોખલ ચેતનાબેન વી.ના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવ્યો હતો.

- text