મોરબીમાં બુધવારે મા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિ:શુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાશે

- text


મોરબી: આવતીકાલે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની રમાબાઈ આંબેડકરની જયંતિ નિમિત્તે મોરબીમાં વિનામૂલ્યે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગેડીયાની સૂચના અનુસાર મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અને મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેમ્પ આવતીકાલ તારીખ 7/2/2024ને બુધવારે બપોરે 1 થી 5 કલાક દરમ્યાન સબજેલની સામે, વણકર વાસ, અમૃત હોસ્પિટલ, મોરબી મુકામે યોજાશે. આ કેમ્પમાં ડો.વિજય ગઢીયા, ડો.ચેતન અઘારા, ડો.હિતેશ પટેલ, ડો.આશિષ ત્રિવેદી તથા ડો.ભાવનાબેન જોશી સેવા આપશે. આ કેમ્પમાં સગર્ભા બહેનોની સારવાર થશે.

- text

આ તકે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના કમલાબેન અશોકભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે. આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જરિયા, બાબુભાઈ પરમાર – પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચા, મહામંત્રી બળવંત સનારીયા, નરેન્દ્રભાઈ સોલંકી તેમજ તાલુકા-શહેર મંડળ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ મોરચા અને હોદ્દેદારો, સક્રિય સદસ્યો, કાર્યક્તાઓ તેમજ શુભેચ્છકો સર્વેને આ મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહેવા અને આ કેમ્પનો લાભ વધુમાં વધુ મહિલાઓ લઈ શકે તે માટે જરુરી પ્રયત્નો કરવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે નીતાબેન પરમાર (8866322463), વનીતાબેન પરમાર (7359400274), પૂર્વ કાઉન્સિલ ભાનુબેન નગવાડીયા (6351295257)નો સંપર્ક કરવો.

- text