વાંકાનેરના કણકોટ નજીકથી વિદેશી દારૂની ડીલેવરી કરવા આવેલા બે પકડાયા 

- text


વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂની 192 બોટલ તેમજ કાર કબ્જે કરી 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામના પાટિયા નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂ ભરેલી કાર સાથે દારૂની ડીલેવરી કરવા આવેલા બોટાદ અને ભાડલા ગામના બે શખ્સોને પકડી પાડી વિદેશી દારૂની192 બોટલ તેમજ કાર સહિત 3.95 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા પોલીસે બાતમીને આધારે કણકોટ ગામના પાટિયા નજીક વોચ ગોઠવી GJ-10-DA-7712 નંબરની કારને અટકાવી તલાસી લેતા કારમાંથી 192 બોટલ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 95 હજાર મળી આવતા પોલીસ ટીમે કારમાં બેઠેલા આરોપી કલ્પેશભાઇ ઉર્ફે લાલો બાબભાઇ ખાચર, રહે.ભાડલા તા.જસદણ જી.રાજકોટ અને છત્રજીતભાઇ વીજયભાઇ ખાચર, રહે.પાળીયાદ,દરબારગઢ તા.જી.બોટાદ નામના બન્ને શખ્સને અટકાયતમાં લઈ કાર સહિત 3.95 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text