મોરબીના ટીંબડી નજીક અજાણ્યા ટ્રક હડફેટે વાંકાનેરના યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામનાં પાટિયા નજીક ડબલ સવારી બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા વાંકાનેરના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે આ યુવાન સાથે બાઇકમાં રહેલા અન્ય યુવાનને ઈજાઓ પહોંચી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પ્રતાપચોકમાં બ્રામણશેરીમાં રહેતા ફરિયાદી ઈલેશભાઈ અતુલભાઈ મહેતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ તેમના ભાઈ કશ્યપભાઈ અતુલભાઈ મહેતા અને તેમના મિત્ર અનંતભાઈ જસવંતભાઈ બાઈક નંબર GJ-36-N-6861વાળું લઈને વાંકાનેર આવતા હતા ત્યારે મોરબી માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામનાં પાટિયા નજીક અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા કશ્યપભાઈનું માથું ટ્રકના વ્હીલમાં આવી જતા માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળ ઉપર જ કાશ્યપભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જયારે અનંતભાઈને પગમાં ફેકચર જેવી ઈજા તેમજ શરીરે મુંઢ થઇ હતી. અકસ્માતની આ ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક લઈને નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text