જામનગરના મોટી બાણુગર ગામે ભવ્યાતી ભવ્ય ઉમિયા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

- text


સામાજિક, શૈક્ષણિક કાર્યો માટે વિશાળ સંકુલ નિર્માણ કરાયું

મોરબી : જામનગર જિલ્લાના મોટી બાણુગર ખાતે રૂપિયા 40 લાખના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ કરાયું છે, ઉમિયા માતાજી મંદિરે ત્રણ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોરબીના પાટીદાર અગ્રણી અને લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લાના મોટી બાણુંગર ગામ ખાતે મા ઉમિયાજીનું ભવ્યાતિભવ્ય મંદિર 40 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જે નિમિત્તે અહીં ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઊંઝા મંદિરના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ,મંત્રી દિલીપભાઈ, સિદસર મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, બી.એચ. ઘોડાસરા અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ વેળાએ મોરબીના લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન અને મોરબીના પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ વરમોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં અગ્રણીઓ દ્વારા આ મંદિર મારફત શૈક્ષણિક , સમુહલગ્નો, વ્યસન મુક્તિ, મહિલા સંગઠન સહિતના અનેક સામાજિક વિકાસના કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી વિશાળ સંકુલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

- text

- text