મોરબીમાં આજથી શ્રીનાથજી પ્રાગટ્ય કથા મહોત્સવનો પ્રારંભ

- text


આજે બપોરે 2-30 કલાકે ભવ્ય શોભાયાત્રા, દરરોજ વિવિધ મનોરથ યોજાશે

મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી શ્રીનાથધામ હવેલી ખાતે હવેલીના સપ્તમ પાટોત્સવ પ્રસંગે સૌપ્રથમ વખત મોરબીમાં શ્રીનાથજી પ્રાગટ્ય કથા મહોત્સવનું આયોજન કરાયું છે. આ શ્રીનાથજી પ્રાગટ્ય કથા મહોત્સવ આજે તારીખ 1 ડિસેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ચાલશે. સાથે જ સતધરા મહોત્સવ અને ભવ્ય છપ્પનભોગ મનોરથ પણ યોજાશે.

વૈષ્ણવાચાર્ય ગોસ્વામી કુંજેશકુમારજી મહોદયના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલા આ મહોત્સવમાં તારીખ 1 ડિસેમ્બર ને શુક્રવારે બપોરે 2-30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા શ્રીનાથધામ હવેલીથી નીકળી રવાપર રોડ થી કથા સ્થળ સુધી પહોંચશે. જેમાં બહેનોને કળશ લઈને જોડાવા જણાવાયું છે. તો તારીખ 1 ડિસેમ્બર ને શુક્રવારે અને 2 ડિસેમ્બર ને શનિવારે શ્રીજીના વિવિધ મનોરથ યોજાશે. 3 ડિસેમ્બર ને રવિવારે સવારે 10-30 કલાકે મંગલ પાટોત્સવ તિલક આરતી અને સવારે 11 કલાકે પલના, નંદ મહોત્સવ યોજાશે. જ્યારે સાંજે 7 વાગ્યે ભવ્ય છપ્પનભોગ મનોરથનું આયોજન કરાયું છે. તો 4 ડિસેમ્બર ને સોમવારે સાંજે 7 કલાકે ગૌ-ચારણ મનોરથ યોજાશે. આ કથા મહોત્સવ દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી યોજાશે.

- text

- text