મોરબીમાં જાહેર રોડ ઉપર લીલો ઘાસચારો વેંચતા ત્રણ ઈસમો દંડાયા

- text


જેઇલ રોડ અને લોહાણાપરામાં પોલીસની કાર્યવાહી 

મોરબી : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસ વચ્ચે ઠેક ઠેકાણે ટ્રાફિક અવરોધાય તે રીતે લીલો ઘાસચારો વેચવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ટ્રાફિકને નડતર થાય તે રીતે ઘાસચારો વેંચતા ત્રણ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી શહેરના જેઇલ રોડ ઉપર ટ્રાફિક તેમજ રાહદારીઓને અડચણ થાય તે રીતે લીલો ઘાસચારો વેંચતા આદમભાઈ ઇસ્માઇલભાઈ ખુરેશી અને જગદીશભાઈ બાબુભાઇ ડાંગર વિરુદ્ધ તેમજ લોહાણાપરામાં રોડ ઉપર લીલો ઘાસચારો વેંચતા અબ્દુલભાઇ કાસમભાઈ ખુરેશી વિરુદ્ધ આઇપીસી કલમ 283 મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text