નકલી દારૂ બનાવવાની ફેકટરીના ત્રણ આરોપીઓ 12 દિવસના રિમાન્ડ ઉપર

- text


માલ ક્યાંથી ખરીદ્યો, દારૂ બનાવીને કોને આપવાનો હતો તે સહિતની દિશામાં તપાસ 

મોરબી : રફાળેશ્વરમા નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચલાવતા 11 આરોપી પૈકી 3 આરોપીના કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કરી આપતા હવે એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમે ગઈકાલે બાતમીને આધારે રફાળેશ્વર જીઆઇડીસીમા આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડો પાડી નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પાડેલા દરોડોમા મુખ્ય સૂત્રધાર સુરેશકુમ આત્મારામ ડુકીયા રહે. સીરસા (હરીયાણા) હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી અન્ય આરોપી બિશ્ર્વજીત સાદુરામ રામસહાય જાટબ, ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ જાટબ, રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ, રંજીત રોહનલાલ રામસાહય જાટવ, રાજકુમાર અઝઝુદીલાલ કેસરી, રવિ જયરામ કોમીલ જાટબ, લીલાધર ધરમપાલ મેવારામ જાટબ, નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ, ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ, સચીનકુમાર સન્તરામ રામઅંજોર કોરી, મુળ અને બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણને ઝડપી લીધા હતા.

- text

આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સચિન શાંતારામ,બીશ્વજીત સાધુરામ અને લીલાધર ધરમપાલ નામના આ ત્રણ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. હવે એલસીબી આ આરોપીઓએ વસ્તુઓ ક્યાંથી ખરીદી, ક્યાં માલ દેવાનો હતો, બીજા કોણ છે આરોપી વગેરે દિશામાં તપાસ હાથ ઘરશે. આ કેસમાં તપાસ એલસીબી પીએસઆઇ ભોચિયા ચલાવી રહ્યા છે.

- text