માળીયાના નાના દહીસરા ગામે દુષ્કર્મ કેસના આરોપીનું ઘર સળગાવવા મામલે 15 વિરુદ્ધ ફરિયાદ 

- text


ગામના જ પંદર જેટલા લોકોએ રહેણાંક મકાન તેમજ સીએનજી રિક્ષામાં આગ ચાંપતા રૂપિયા 4 લાખનું નુકશાન પહોંચ્યાની રાવ 

મોરબી : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામના યુવાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના બનાવ બાદ ઉશ્કેરાયેલ લોકોએ આરોપીના રહેણાંક મકાનમાં તેમજ સીએનજી રિક્ષામાં આગ ચાંપી દેતા અંદાજે ચારેક લાખનું નુકશાન થયું હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ મથકમાં ઝરીનાબેન અલીભાઇ સુમરા રહે.નાના દહીસરા વાળાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેણીનો ભાઈ યુવતીને ભગાડી ગયેલ હોય તે બાબતનો ખાર રાખી નાના દહીસરા ગામે રહેતા આરોપી ચતુરભાઈ લાલજીભાઈ ભટાસણા, ધવલભાઇ ચતુરભાઈ ભટાસણા, ભુદરભાઈ લાલજીભાઈ ભટાસણા, મયુરભાઈ ભુદરભાઈ ભટાસણા, મનિષભાઈ ભુદરભાઈ ભટાસણા, ભરતભાઈ કાંતિલાલ ભટાસણા, રમેશભાઈ છગનભાઈ ભટાસણા, બ્રિજેશભાઈ મહાદેવભાઈ હિરાણી, વિશાલભાઈ વાલજીભાઈ ભટાસણા, દિવ્યેશભાઈ અમ્રુતભાઈ ભટાસણા, પ્રયાગભાઈ રમેશભાઈ ભટાસણા તથા અન્ય ત્રણથી ચાર અજાણ્યા લોકોએ ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં તેમના રહેણાંક મકાને આવી ગાળાગાળી કરી આજે તો ઈરફાનને પતાવી દેવો છે કહી સાથે પ્લાસ્ટિકની બોટલમાં લાવેલ પેટ્રોલ છાંટી ઘરમાં તેમજ ઘર બહાર પડેલી સીએનજી રિક્ષામાં આગ ચાંપી દેતા ઘરનું રાચરચીલું તેમજ ફર્નિચર અને સીએનજી રીક્ષા આગમાં ખાખ થઇ જતા અંદાજે ચારેક લાખનું નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવ અંગે માળીયા પોલીસે 11 આરોપીઓ વિરુદ્ધ નામ જોગ અને ત્રણથી ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૩૬, ૪૪૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text