મામા – મામી બહારગામ જતા જ કૌટુંબિક ભાણેજે મામાના ઘરમાં હાથ ફેરો કર્યો

- text


મોરબીના દાદાશ્રીનગર ગામે થયેલા રૂ.2.22 લાખની ઘરફોડીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખતી તાલુકા પોલીસ ટીમ

મોરબી : મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે બહારગામ ગયેલા જૈન મંદિરના પૂજારીના બંધ મકાનને નિશાન બનાવી થયેલ રૂપિયા 2.22 લાખની ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી મામાના ઘરમાં હાથફેરો કરનાર કૌટુંબિક ભાણેજને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે જૈન મંદિરના પૂજારી ભવાનગીરી નટવરગીરી ગૌસ્વામી અને તેમના પત્ની તેમના સાઢુંભાઈના પુત્રની તબિયત પૂછવા મહેસાણાના નાની કડી ગામે જતા પાછળથી બંધ પડેલા રહેણાંક મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત રૂપિયા 2,22,500ની ચોરી કરી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

ચોરીની આ ઘટનામાં મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા અને તેમની ટીમે બાતમીદારોને કામે લગાડી ઊંડાણપૂર્વકની તપાસ કરતા ફરિયાદી ભવાનગીરી ગૌસ્વામીનો કૌટુંબિક ભાણેજ નિર્મલપુરી કરશનપુરી ગોસ્વામી, ઉ.33, રહે-દેલમાલ તા.ચાણસ્મા જી.પાટણ વાળો શંકાના દાયરામાં આવી જતા ગિરફતમાં લઇ આગવી ઢબે પૂછતાછ કરતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

- text

મોરબી તાલુકા પોલીસે આરોપી નિર્મલગીરીના કબ્જામાંથી ચોરીમાં ગયેલ સોનાની લેડીઝ-જેન્સ વિટી નંગ-4, સોનાનુ ચેન તથા ચગદુ, સોનાની ઝુમર બુટ્ટી નંગ-2, સોનાની બુટ્ટી નંગ-4, સોનાનુ લોકેટ નંગ-1 તથા રોકડા રૂપિયા એક લાખ સહિત 2,22,500નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ વી.જી.જેઠવા, એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સટેબલ દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, પોલીસ કોન્સટેબલ રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા,નકુલદિપભાઇ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

- text