મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને વિદાયમાન અપાયું

- text


મોરબી : હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિર, રાણેકપર ખાતે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા નિવૃત્તિ થતા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદાય સમારોહ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારીયા, મોરબી જિલ્લાના પૂર્વ DPEO અને હાલ નાયબનિયામક સોલંકી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગળચર, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ જીલુભા ધાંધલ , મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, તમામ તાલુકાના TPEO,તમામ તાલુકા યુનિટના પ્રમુખ/મહામંત્રી, તમામ તાલુકાના BRC, જિલ્લા સંઘના હોદ્દેદાર,કારોબારીમિત્રો, તેમજ બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈ/બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, મોરબીના જિલ્લાના અન્ય તમામ તાલુકા યુનિટ, ઉપસ્થિત મહેમાનો , સગાંવહાલાં તેમજ હળવદ તાલુકાના બહોળી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષક ભાઈ/બહેનો દ્વારા ઘનશ્યામભાઈ દેથરીયાનું ફૂલ હાર પહેરાવી, સાલ ઓઢાડી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઘનશ્યામ દેથરીયા દ્વારા મોરબી જિલ્લા સંઘના પ્રમુખ, હળવદ તાલુકા સંઘના પ્રમુખ, હળવદ શિક્ષક મંડળીના પ્રમુખ/મંત્રી, તેમજ હળવદ TPEO વખતે કરેલ સારા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.

- text

- text