દેવાયત ખવડે મોરબીમાં પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગી

- text


સરદાર વલ્લભભાઈ પટેલ અંગે કરેલી ટિપ્પણી બાદ માફી મંગાઈ : કોઈ કલાકાર સમાજથી મોટો હોતો નથી, સમાજ થકી કલાકાર ઉજળો

મોરબી : સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ટિપ્પણી કરનાર જાણીતા લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડે મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાહેરમાં કહ્યું હતું કે, અગાઉ લોકડાયરામાં મારા નિવેદનથી કોઈ સમાજ કે પાટીદાર સમાજની લાગણી દુભાઈ હોય તો હું જાહેરમાં તેમની માફી માંગુ છે અને સરદાર વલ્લલભાઇ પટેલ જેવા લોખડી મહાપુરુષને વંદન કરૂ છું.

- text

મોરબી ખાતે લોક સાહિત્યકાર દેવાયત ખવડે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં માં જગદંબાની સાક્ષીએ કહ્યું હતું કે, એક લોકડાયરા મારા નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ હતી. ત્યારબાદ 8 વર્ષના અરસામાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી દરેક લોકડાયરામાં સરદાર વલ્લભભાઈ પટેલના સારા સારા પ્રસંગો વર્ણવ્યા હતા. જો કે અમુક લોકો આ પલ્સ નહિ પણ માઇન્સ પોઇન્ટ જ જોતા હોય છે. પણ દેશના હિત માટે હંમેશા લડીને ઇમારત પછી અને ઝુંપડામાં પહેલા ધ્યાન આપનાર સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરું છું અને આજે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં માં જગદંબાની સાક્ષીએ મારા નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ હોય તું હું સમગ્ર પટેલ સમાજની દિલથી માફી માગું છું તેમ કહી કલાકાર કોઈ સમાજથી મોટો હોતો જ નથી. સમાજથી કલાકાર ઉજળો થાય છે અને હું સમાજથી મોટો ક્યારેય નથી. એવું તેમણે અંતમાં જણાવ્યું હતું.

- text