મોરબી કન્યા છાત્રાલયના નિવૃત્ત શિક્ષિકાએ વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડ વિતરણ કર્યા

- text


મોરબી : મોરબી કન્યા છાત્રાલયના નિવૃત્ત શિક્ષિકા નિતાબેન પટેલે માધાપરવાડી શાળાની વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું.

મોરબી ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા નિતાબેન કૈલા પટેલ દ્વારા દર મહિને મોરબીની જુદી જુદી શાળાઓમાં સેનેટરી પેડ અર્પણ કરીને અદકેરું કાર્ય કરવામાં આવી રહ્યું છે. નિતાબેન દિવ્યાંગ હોવા છતાં હિંમત હાર્યા વગર નિવૃત્તિ બાદ પણ પ્રવૃત છે. તેઓ નિવૃત્તિ પછી પણ કન્યા છત્રાલય ખાતે પુસ્તકાલયમાં નિયમિત રીતે નિઃશુલ્ક પોતાની સેવાઓ આપે છે અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. તેઓએ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ધોરણ 7 અને 8મા અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં નિતાબેનની સાથે મયુરીબેન હર્ષદભાઈ કલોલા પણ જોડાયા હતા. બંને બહેનોનું શાળા પરિવાર વતી પુસ્તક અર્પણ કરી અભિવાદન કરાયું હતું. શાળાના વિજ્ઞાન શિક્ષિકા ચાંદનીબેન સાંણજાએ સેનેટરી પેડની ઉપયોગીતા અને જરૂરિયાત વિશે વાત કરી હતી.

- text

- text