મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા ચાર ઝડપાયા, મંગો ભાગી ગયો

- text


મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં બહુચરાજી માતાજીના મઢવાળી શેરીમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મયુરભાઇ રમેશભાઇ ધરોડીયા, ધરમશીભાઇ ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશીયા, કિરણભાઇ ઉર્ફે ગડો કાનાભાઇ ટીડાણી અને ગોવિંદભાઇ ઉર્ફે ગલી દિનેશભાઇ અદગામાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 18, 100 કબ્જે કર્યા હતા. દરોડા દરમિયાન આરોપી મંગાભાઇ જીવણભાઇ કોળી રહે.ત્રાજપર નામનો શખ્સ પોલીસને જોઈ નાસી જતા પોલીસે મંગાને ફરાર જાહેર કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text