મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ ડેની ઉજવણી

- text


મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજના આચાર્ય દંગી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. આર. કે. વારોતરીયા તથા પ્રોફેસર જે. એમ. કાથડ ઉપસ્થિત રહ્યા હતા.

એન.એસ.એસ.ના સ્વયંમસેવકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામા આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પાલિયિ જિજ્ઞાસાએ તથા આયોજન કૃપાલી સંચાણિયાએ કર્યું હતું.

સૌ પ્રથમ ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સોલંકી ભુમિકા અને વાડોલિયા ધૃપ્તિ દ્વારા પ્રાથૅના કરવામાં આવી હતી. બાદમાં કૃપાલી સંચાણિયા, પાલિયા જિજ્ઞાસા, રતન કોમલ, રતન કાજલ અને વાડોલિયા ધ્રુપ્તિ દ્વારા વાદ્યો સાથે એન.એસ.એસ.નું લક્ષ્ય ગીત રજુ કરવામાં આવ્યું હતું. કૃપાલી સંચાણિયા દ્વારા એને.એસ.એસ. પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સાગરગીરી ગોસાઈ, કુંભરવાડીયા નિખિલ અને બેરાણી સાગર દ્વારા વાદ્યો સાથે કવિતા અને અલગ અલગ ગીત રજુ કરવામાં આવ્યા હતા. કૃપાલી સંચાણિયા, વાડોલિયા ધ્રુપ્તિ, રતન કાજલએ લગ્ન ગીત રજુ કરેલ હતું. આચાર્ય દંગી દ્વારા સ્વયંસેવકોને શુભકામનાઓ પાઠવવામાં હતી અને એનએસએસ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. અંતે કુંભરવાડીયા નિખિલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text