વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વિદ્યાભારતીમાં બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉદ્ઘાટન કરાયું

- text


વાંકાનેર : વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વિદ્યાભારતીમાં બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં સરકારી વકીલ આનંદીબેન પટેલ, શિશુ મંદિરના પ્રધાનાચાર્ય ખ્યાતિબેન કરથીયા, દર્શનાબેન જાનીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દર્શનાબેન જાનીએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સમગ્ર શિક્ષા ગાઈડ લાઈન 2018 અને નવી શિક્ષણનીતિ 2020 ની ગાઈડલાઈન મુજબ ભારતના દરેક રાજ્યોમાં 67 જેટલા વિષયોના વોકશનલ કોર્સ સમગ્ર દેશમાં ચાલે છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં 934 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં આ વ્યવસાયલક્ષી કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.જ્યાં વોકેશનલ ટ્રેનર દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત દરેક જિલ્લામાંથી 214 જેટલા સ્થાન પર બ્યુટી અને વેલનેસનો કોર્સ ચાલે છે.જેના અંતર્ગત વિદ્યાર્થીઓમાં બ્યુટી પાર્લરના કૌશલ્યનું નિર્માણ કરી તેને ભવિષ્ય માટે તૈયાર કરી શકાય. વિદ્યાલયમાં છેલ્લા બે વર્ષથી આ કોર્સ ચાલે છે.જેમાં હમણાં જ રાજ્ય સરકાર દ્વારા જે બ્યુટી અને વેલેસ લેબ મળી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા અધિકારી કચેરી SSA મોરબી દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે કે સરકારના કૌશલ્યયુક્ત વિદ્યાર્થીઓના નિર્માણ કાર્યમાં શાળા દ્વારા ,વોકેશનલ ટ્રેનર દ્વારા શ્રેષ્ઠ કાર્ય થાય અને ભવિષ્ય માટે વિદ્યાર્થીની બહેનોનું શ્રેષ્ઠ ઘડતર થાય આજીવિકાના ભાગરૂપે પણ તે આ વ્યવસાયમાં આગળ વધી શકે આર્થિક ઉપાર્જન કરી શકે.

- text

સમગ્ર કાર્યક્રમનું આયોજન વોકેશનલ ટ્રેનર નૈમિષાબેન રાઠોડ અને શાળા પરિવારના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટી વિનુભાઇ શાહ, ઉપપ્રમુખ વિનુભાઇ રૂપારેલીયા, અમરશીભાઈ મઢવી સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text