મૂળ ટંકારા નેસડા (સુરજી)નો યુવક આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરાટે સ્પર્ધામાં ભાગ લેશે

- text


ટંકારા : તાલુકાના નેસડા (સુરજી) ગામના વતની અને હાલ ઉજ્જૈન સહેતા અમિતભાઈ પટેલનો પુત્ર જેનીશ પટેલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરાટે સ્પર્ધામાં ભાગ લેશે.

જેનીશ હાલ IBS ગ્લોબલ એકેડેમીમાં અભ્યાસ કરે છે. જેનીશ આજે આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં ભાગ લેવા માટે થાઈલેન્ડ જવા રવાના થશે. જેનીશ પટેલે રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં કાતા અને કુમીતે બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જેનીશની થાઈલેન્ડ ઓપન ઈન્ટરનેશનલ કરાટે સ્પર્ધા માટે પણ પસંદગી થઈ છે. જેમાં ભાગ લેવા તેઓ આજે એટલે કે મંગળવારે ઉજ્જૈનથી થાઈલેન્ડ જવા રવાના થશે. રમતપ્રેમીઓ અને સ્વજનોએ જેનીશ પટેલની સિદ્ધિને બિરદાવી છે અને સ્પર્ધામાં વિજેતા થવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.

- text

- text