મોરબીમાં શિક્ષક દિને જિલ્લા કક્ષાનો શિક્ષક દિન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીની વીસી હાઇસ્કુલ ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શિક્ષક દિન સમારોહનું ગરીમાંસભર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, શિક્ષણ સમિતિના ચેરમેન સોનાગ્રા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારિયા, જિલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાના શિક્ષક દિન સમારોહમાં જિલ્લાના આઠ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના શિક્ષક અશોકભાઈ કાંજિયા, ટંકારા કન્યા વિદ્યાલયના માધ્યમિક વિભાગના શિક્ષક દિપાલીબેન આડેસરા આ ઉપરાંત દરેક તાલુકામાંથી મોરબી ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયા, માળીયાની ફતેપર પ્રાથમિક શાળાના શિક્ષક મહેશભાઈ ગાગિયા, માળીયાની રાસગપર પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશભાઈ ગામી, ટંકારાની લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષક જીવતીબેન પીપળીયા, ટંકારાની મેધપર ઝાલા પ્રાથમિક શાળાના શિક્ષક સોલંકી હેતલબેન, વાંકાનેરની નવી કલાવડી પ્રાથમિક શાળાના શિક્ષક વિશાલકુમાર ચૌહાણનું પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સ્કોલરશિપની પરીક્ષામાં સફળતા મેળવવા બદલ વિધાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text