મોરબી જિલ્લાના તમામ આઈટીઆઈમાં પ્રવેશ માટેની તારીખ લંબાવાઈ

- text


ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા અન્વયે ૨૩ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

મોરબી : આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશવર્ષ-૨૦૨3 ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્ર્રવેશ આપવાની પ્રક્રીયાની અંતિમ તારીખ – ૨૩/૦૯/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. આ ફોર્મ નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન ભરવાનું રહેશે.

- text

આઈ.ટી..આઈ મોરબી ખાતે ૧૦ : ૦૦ થી ૦૬:૦૦ દરમ્યાન ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્ર્રવેશ આપવાની પ્રક્રિયા તેમજ આઈ.ટી..આઈ વિશે માર્ગદશન આપવા માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે જરુરી શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો જેવા કે, ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ( અસલ ), પ્રયત્નનો દાખલો (Trial Certificate), શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, જાતી/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS), દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનુ પ્રમાણપત્ર, રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ, આધારકાર્ડપાસપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબૂક(મરજીયાત), આવકનો દાખલો, BPL (જો લાગુ પડતું હોય) સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે મો – ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text