મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

- text


મોરબી : મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ તથા મોરબી માળીયા પ્રોસેસિંગ કો ઓપ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા તથા કૃભકોની સહકારી પરિસદ રાજકોટ જીલ્લા સહકારી બેન્કના વાઇસ ચેરમેન તથા કૃભકો ન્યુ દિલ્હ ના ડિરેક્ટર અને મોરબી જીલ્લા સહકારી આગેવાન મગનભાઇ વડાવીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં મોરબી તાલુકા સહકારી સંઘ ના પ્રમુખ બળવંતભાઈ કોટડીયા દ્વારા મોરબી તાલુકા સંઘની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી રજૂ કરવામાં આવેલ અને સંઘનો નફો રૂ.૨૪.૯૨ લાખનો નફો થયેલ જેમાં સભાસદોને ૧૫% ડિવિડેન્ટ જાહેર કરવામાં આવેલ તથા મોરબી માળીયા પ્રોસેસિંગ કો ઓપ સોસાયટીનો નફો રૂ.૧૮.૯૬ લાખનો નફો થયેલ જેમાં સભાસદોને ૧૫% ડિવિડેન્ટ ચૂકવવાનું જાહેર કરવામાં આવેલ હતું.

આ બંને સંસ્થાની સાધારણ સભા તથા કૃભકોની સહકારી પરિસદમાં જિલ્લાના સહકારી આગેવાનો મગનભાઇ વડાવીયા, બળવંતભાઈ કોટડીયા, ભવાનભાઈ ભાગીયા, વિડજા, લવજીભાઈ સેરસીયા, દલસુખભાઈ બોડા, મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રવિભાઈ સનાવડા, મનહરભાઈ બાવરવા, સંજયભાઇ ભાગીયા, પી વી પનારા તથા કૃભકોમાંથી સોરઠિયા, કેતનભાઈ ,ઉદયભાઈ તથા સંઘના વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓ ઉપસ્થિત રહેલ અને બહોળી સંખ્યામાં સહકારી બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

સાથોસાથ કૃભકોની સહકારી પરિસદ આયોજન કરેલ જેમાં આગામી શિયાળુ પાકના ખાતરના આગોતરા આયોજન માટે કાર્યક્રમના અધ્યક્ષ મગનભાઇ વડાવીયા દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ. આ તકે કૃભકોના એરિયા મેનેજર સોરઠિયા દ્વારા જૈવિક ખાતરો, સેંદ્રિય ખાતર તથા ખેત વિસયક માહિતી પૂરી પાડેલ હતી.

- text