શિકલા સાથે શું કામ ફરશ ? કહી મોરબીમાં મધ્યરાત્રીએ બે યુવાન ઉપર હુમલો 

- text


બાઈક ઉપર આવેલા ચાર શખ્સોએ નવા બસસ્ટેન્ડ પાસે છરી સાથે આતંક મચાવ્યો 

મોરબી : મોરબી નવા બસસ્ટેન્ડ સામે ફ્રૂટની રેંકડી રાખી વેપાર કરતો યુવાન અને તેનો મિત્ર રાત્રીના ચા-પાણી પીવા માટે નવા બસસ્ટેન્ડ પાસે ઉભા હતા ત્યારે અચાનક ધસી આવેલા ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી આતંક મચાવી શિકલા સાથે કેમ ફરે છે કહી ઈજાઓ પહોંચાડતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાઘપરામાં રહેતા અને નવા બસસ્ટેન્ડ સામે ફ્રૂટની લારી રાખી વેપાર કરતા દિપક રાજુભાઈ બુદ્ધદેવે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તા.20ના રોજ મોડી રાત્રે પોતે તેના મિત્ર કાળુસિંગ રાવત સાથે ચા પાણી પીવા માટે ગયો હતો ત્યારે અચાનક આરોપી યશ પટેલ અને શાહનવાઝ કાસમાણી ધસી આવ્યા હતા અને શિકલા સાથે કેમ ફરે છે કહી નેફામાંથી છરી કાઢી આંખ ઉપર ઘા મારી દેતા તેનો મિત્ર સિંહ કાળુસિંગ વચ્ચે પડતા તેના હાથ ઉપર પણ છરી મારી દીધી હતી. બાદમાં કીશન પટેલ અને યશ પટેલનો ભાઈ પણ અન્ય મોટર સાયકલ ઉપર આવ્યા હતા અને મારામારી કરી ફરિયાદી દિપક બુદ્ધદેવને ધક્કો મારતા દિપક ટ્રક સાથે અથડાતા પાંચ દાંત હલબલી ગયા હતા.

- text

મારામારીની આ ઘટના અંગે દિપક બુદ્ધદેવે આરોપી યશ પટેલ, શાહનવાઝ કાસમાણી, કીશન પટેલ અને યશ પટેલના ભાઈ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text