તારા ટીવીનો અવાજ બહુ આવે છે કહી ભાઈએ ભાઈનો હાથ ભાંગી નાખ્યો 

- text


મોરબીના વજેપરમા બનેલો બનાવ 

મોરબી : મોરબીના વજેપરમા પત્ની અને બાળકોથી અલગ રહેતા ભાઈ પોતાના ઘેર ટીવી ચાલુ રાખી રસોઈ બનાવતા હતા ત્યારે પાડોશમાં જ રહેતા સગાભાઇએ ઘરમાં ઘુસી તારું ટીવી બહુ અવાજ કરે છે ટીવી બંધ કર કહી લાકડાના ધોકા વડે માર મારી હાથ ભાંગી નાખતા મામલો પોલીસ મથકે પહોચ્યોં હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વજેપર શેરી નંબર 15માં રહેતા કરશનભાઇ ભીમજીભાઇ કણઝરીયા ઉ.52 પોતાના પત્ની અને બાળકોથી અલગ રહેતા હોય ગત તા.19ના રોજ કામ ઉપરથી ઘેર પરત આવી ટીવી ચાલુ રાખી રસોઈ બનાવતા હતા બરાબર આ સમયે તેમના જ ભાઈ પોપટભાઇ ભીમજીભાઇ કણઝરીયા ધોકો લઈ ઘરમાં ઘુસી આવ્યા હતા અને તારું ટીવી બહુ આવજ કરે છે ટીવી બંધ કરી દે કહી ધોકા વડે માર મારવા લાગતા કરશનભાઇ ભીમજીભાઇ કણઝરીયાના ડાબા હાથમાં ફ્રેક્ચર થઇ ગયું હતું. બનાવ અંગે કરશનભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text