મોરબી જીલ્લામાં સ્પેશીયલ વાહન ચેકિંગ ઝુંબેશ, બે પીધેલા વાહન ચાલક ઝપટે

- text


મોરબી પોલીસે રોંગ સાઇડ અને પુરપાટ ગતીથી ચલાવતા ૧૬ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી ટ્રાફિકના નિયમોના ભંગ કરતા પર વાહનો ડીટેઇન કર્યા

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે સ્પેશીયલ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી અને મોરબી પોલીસે ડ્રંક એન્ડ ડ્રાઇવ નશો કરી વાહન ચલાવતા બે વાહન ચાલક, ટ્રાફિકના નિયમોના ભંગ કરતા પર વાહનો ડીટેઇન કરી રોગ સાઇડ અને પુરપાટ ગતીથી ચલાવતા ૧૬ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહલ ત્રીપાઠીની સુચના અને માર્ગદર્શન હેઠળ તા.૨૧ ઓગસ્ટના રોજ મોરબી જીલ્લામાં સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી હતી અને આ ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઇડ ચાલતા વાહન તથા નંબર પ્લેટ વગરના, ખોટી નંબર પ્લેટ વાળા, અધુરી નંબર પ્લેટ વગર, ગેરકાયદેસર લખાણ, ડાર્ક ફીલ્મ, હેલ્મેટ, શીટ બેલ્ટ તથા ડ્રંક એન્ડ ડ્રાઇવ નશો કરી વાહન ચલાવતા તથા સાયલેન્સરમાંથી વિસ્ફોટક મોડીફાઇડ સાઇલેન્સર ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. જેમાં ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકોને કુલ-૩૨૫ સમાધાન શુલ્ક પાવતીઓ આપી ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો પાસે દંડ રૂ-૧,૬૦,૩૦૦ ફટકારી, નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-પર વાહન ડીટેઇન કરી રોંગ સાઇડ અને પુરપાટ ગતીથી ચલાવતા ૧૬ વાહનો, અડચણ રૂપ પાર્ક કરેલ ૧૪ વાહનો વિરૂધ્ધ અને ડ્રંક એન્ડ ડ્રાઇવ નશો કરી વાહન ચલાવતા બે વાહન ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.

- text

- text