રામધન આશ્રમે પરસોત્તમ માસમાં ભજન અને પૂજા-પ્રસાદનો લાભ લેતા બહેનો

- text


મોરબી : પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે રામધન આશ્રમ ખાતે બહેનો માટે પવિત્ર કુંડમાં સ્નાન, ફરાળ પ્રસાદ, ચા-પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહેન્દ્રનગર તેમજ આજુબાજુ આ ગામોના બહેનોએ અહીં ભજન તેમજ પૂજા- પ્રસાદનો લાભ લીધો હતો. વધુમાં અહીં રોયલ પાર્ક ગોપી મંડળ દ્વારા ગૌશાળામાં લાડુ, મારુતિ ગોપી મંડળ અને રામધૂન મંડળ દ્વારા ગૌશાળામાં લીલું નાખવામાં આવેલ છે. આશ્રમના સેવક બહેનો તેમજ ભાઈઓએ ભાવેશ્વરી માંના સાનિધ્યમાં તમામ વ્યવસ્થા ગોઠવવા જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

- text

- text