મોરબીમાં ધરમની બહેનના ઘેર આવેલા યુવાનનું ચક્કર આવતા મૃત્યુ

- text


મોરબી : મોરબીમાં ધર્મના માનેલા બેનના ઘેર આવેલા મધ્યપ્રદેશના વતની યુવાન ન્હાવા જતા સમયે અચાનક ચક્કર આવતા પડી જતા આ યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પાવનપાર્કમાં રહેતા શારદાબેન વાલજીભાઈ સોલંકીના ઘેર તેમના ધર્મના ભાઈ મિથુન ઉર્ફે જીતુ દેવસિંગ મૌર્ય રહે.જાટપુર, મધ્યપ્રદેશ આવ્યા હતા અને ગત તા.5ના રોજ તેઓ ન્હાવા જતા સમયે પડી જતા બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text