મોરબી નવયુગ કોલેજમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

- text


મોરબી : ગુજરાત સરકાર દ્વારા તા.1 ઓગસ્ટથી તા.7 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવયુગ કોલેજ ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નવયુગ કોલેજમાં આયોજિત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા રાજ્યભરની મહિલાઓ અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે. વી. કાતરીયાએ કર્યું હતું. આ ઉપરાંત પ્રોટેક્શન અધિકારી નિલેશ્વરીબા ગોહેલ તેમજ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહીને વિદ્યાર્થીનીઓને સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાની દેખરેખ હેઠળ થયું હતું.

- text

- text