વાહન ચાલકને વીમા ચૂકવવાની ના પાડનાર કંપની પાસેથી વળતર અપાવતું મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ 

- text


મોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોને ન્યાય મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના એક વાહન ચાલકને વીમા કંપની પાસેથી વીમાની રકમ અપાવડાવીને ગ્રાહક સુરક્ષા મંડળે ન્યાય અપાવ્યો છે.

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના વિજયકુમાર અશોકભાઈ સારલા જેઓ પોતાનું વાહન લઈને જાંબુડીયા થી બંધુનગર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અને વાહનને નુકસાન થયું હતું. તેઓની પાસે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો હોય તેઓએ વીમા કંપનીને આ અંગે જાણ કરી હતી. પરંતુ વીમા કંપનીએ ગ્રાહકને વીમો પાસ કરવાની ના પાડી દીધી હતી. ત્યારે વિજયકુમાર સારલાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેઓ કેસ જીતી જતા અદાલતે ગ્રાહકને ₹54,882 અને 5000 રૂપિયા ખર્ચના 6 ટકા વ્યાજ લેખે 15 સપ્ટેમ્બર 2021 થી ચૂકવવાનો આદેશ કર્યો છે.

- text

- text