મોરબીની બાળાઓએ રચનાત્મક સંકલ્પો કરી મિત્રતા દિવસની ઉજવણી કરી

- text


મોરબી : ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે કે આજે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીની 5 મિત્ર બાળાઓએ આ દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી.

મોરબીની એન્જલ વ્યાસ, આઘ્યા વ્યાસ, જીયા રાવ, નિયતી ચૌહાણ, આરૂષ વ્યાસ આ 5 મિત્ર બાળાઓએ સાથે મળી સમાજનું ઋણ અદા કરવા અને અન્ય બાળ મિત્રોને ઉપયોગી થવાના સંકલ્પો કર્યા હતા. જેમાં પોતાની આસપાસના જરૂરીયાતમંદ નાના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવાના, બાળકોને શિક્ષણ લેવા પ્રેરિત કરવા, પોતાના ઘર, શેરી વિસ્તારના સફાઈ પ્રત્યે જાગૃત કરવા, બિનજરૂરી મોબાઇલનો ઉપયોગ ટાળવા, પરંપરાગત રમતોમાં રુચિ કેળવવા પ્રેરિત કરવા, માતા પિતા ગુરૂ સહિત વડીલોને સન્માન આપવા સાથે તેમની શીખ, અનુભવો જીવનમાં ઉતારવા અને વિશ્વની મહાસત્તા અને ગુરુ બનવા જઇ રહેલ મહાન હિંદુરાષ્ટ્ર એવા આ દેશ, ભારતમાતાના ચરણોમાં રહી સદા દેશ હિતના કાર્યોમાં ભગીરથ સહયોગ ના આપી સકીઓ તો ખિસકોલી સમી ભૂમિકા અદા કરી માં ભારતી અને રાષ્ટ્રનું ઋણ અદા કરવા તૈયાર રહેવું જેવાં વિવિધ રચનાત્મક સંકલ્પો કરી ખરા અર્થમાં મિત્રતાની વ્યાખ્યાને ચરિતાર્થ કરી હતી.

- text

- text