યુ ટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યું છે મોરબીના યુવાનનું ઓમનું ‘નમું હનુમાન’ ગીત

મોરબી : મોરબીના ઓમ બારૈયા દ્વારા પોતાની યુટ્યૂબ ચેનલ પર ‘નમું હનુમાન’ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ ગીતને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો આ ગીતને લાઈક, શેર કરીને ઓમ બારૈયાની એક્ટિંગને બિરદાવી રહ્યા છે.

આ ‘નમું હનુમાન’ ગીત ઓમ બારૈયા યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો મિલિંદ ગઢવીએ લખ્યા છે અને સંગીત આપ્યું છે રાહુલ મુંજરીયાએ. જ્યારે આ ગીતને અવાજ આપ્યો છે દેવરાજ ગઢવી (નાનો ડેરો) અને જીગરદાન ગઢવી (જીગરા) ઓમ બારૈયાએ આ ગીત કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શૂટ કર્યું છે. આ ગીતને ઓમ બારૈયાએ જ ડિરેક્ટ કર્યું છે અને તેણે જ ગીતમાં એક્ટિંગ કરી છે. ગીતને અનેક લોકો નિહાળી રહ્યા છે અને ઓમ બારૈયાની એક્ટિંગને બિરદાવી રહ્યા છે.