મોરબીના લાલપર ગામે નાસ્તાની લારીએ થયેલી બબાલમા વળતી ફરિયાદ નોંધાઇ

- text


આરોપીઓ છરીના ફોટા પાડતા હોય સામે જોતા ઝઘડો થયો

મોરબી : મોરબીના લાલપર ગામે નાસ્તાની લારીએ થયેલ બઘડાટી મામલે વળતી ફરિયાદ નોંધાઇ છે જેમા જણાવાયું છે કે આરોપીઓ છરીના ફોટા પાડતા હોવાથી સામે જોતા છરી વડે ઇજાઓ પહોંચાડી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર ગામે નાસ્તાની લારીએ ઝઘડો થવાના બનાવમાં ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ સામા પક્ષે ફરિયાદી ભગિરથસિંહ વિરભદ્રસિંહ ચુડાસમાએ આરોપી દિનેશ તેમજ હમીર નામના શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે બન્ને આરોપીઓ છરીના ફોટા પાડતા હોય જેની સામે જોતા આરોપીઓએ સામું કેમ જુવે છે કહી પેટના ભાગે છરી ઝીકી પ્લાસ્ટિકના પાઈપથી ઇજાઓ પહોચાડી હતી. બનાવ અંગે પોલીસે વળતી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text