પાલિકાની ચુંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના નેતાઓ કાલે મોરબીની મુલાકાતે

- text


મોરબી : આગામી સમયમાં મોરબી નગરપાલિકાની ચુંટણીઓ યોજાવાની છે. જેને લઈને દરેક પક્ષો પોત પોતાની રીતે તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે તા. 20 ને ગુરૂવારે બપોરના 2 કલાકે ઓમ શિવમ હોલ, બજરંગ સર્કલ, બોરીયા પાટી, લીલાપર રોડ મેઈન કેનાલ ખાતે આપના નેતાઓ દ્વારા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, મોરબી ઝોન પ્રમુખ કૈલાશદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટી બોટાદ ધારાસભ્ય ઉમેશભાઇ મકવાણા આવતીકાલે મોરબી ખાતે ઉપસ્થિત રહી આગામી નગરપાલિકાની ચુંટણીઓ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

- text

- text