વાંકાનેરના કેસરીદેવસિંજી રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થતા મોરબીમાં ઉજવણી કરાઈ

- text


મોરબી જિલ્લા ભાજપ અને રાજપૂત સમાજે ફટાકડા ફોડી મીઠા મોઢા કરાવ્યા

મોરબી : આગામી તા.24 જુલાઈના રોજ ગુજરાત રાજ્યની ત્રણ રાજ્યસભાની બેઠકો માટે યોજાનાર ચૂંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહજીને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવતા મોરબી જિલ્લા ભાજપ અને રાજપૂત સમાજ દ્વારા ફટાકડાની આતિષબાજી કરીને મીઠા મોઢા કરાવવામાં આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી અંતર્ગત વાંકાનેર રાજવી પરિવારના મહારાજા કેસરીદેવસિંહજી ઝાલાનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આથી મોરબી જિલ્લાના રાજપૂત સમાજ અને જિલ્લા ભાજપ સંગઠનમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને મોરબી જિલ્લા ભાજપ અને રાજપૂત સમાજ દ્વારા નહેરૂ ગેઇટ ચોકમાં ફટાકડાની આતિષબાજી કરીને મીઠા મોઢા કરાવવામાં આવ્યા હતા, વાંકાનેરના રાજવીની રાજ્યસભાની સીટ માટે ભાજપ તરફથી ઉમેદવાર તરીકે જાહેર કરતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

- text

.

- text