હળવદની ચરાડવા આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશન બનાવવા સીએમને રજૂઆત 

- text


હળવદ : મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન હેઠળના ચરાડવા આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશનમાં ફેરવવા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના વિશેષ આમંત્રિત સભ્ય નયન દેત્રોજા (પટેલ)એ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

- text

નયન દેત્રોજાએ જણાવ્યું છે કે, ચરાડવા આઉટ પોસ્ટમાં હાલ 28 જેટલા નાના-મોટા ગામો આવેલા છે. આઉટ પોસ્ટનું છેલ્લું ગામ 35 કિલોમીટર દૂર હોય તમામ લોકોને પોલીસને લગતી કામગીરી માટે હળવદ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. તેથી ચરાડવા આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહે અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવી શકાય છે. જો ચરાડવામાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો આજુબાજુના 28 જેટલા ગામોના લોકોની સુરક્ષામાં પણ વધારો કરી શકાય તેમ છે. ત્યારે નયન દેત્રોજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને ચરાડવામાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

- text