હળવદ ખાતે pgvclના બે કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


હળવદ : હળવદ પીજીવીસીએલમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

- text

પીજીવીસીએલમાં 40 વર્ષથી ફરજ બજાવતા હળવદ શહેર પેટા વિભાગીય કચેરીના સિનિયર આસિસ્ટન્ટ ભુપેન્દ્રસિંહ ઝાલા અને હળવદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના લાઈન ઈન્સ્પેક્ટર વી.સી. ઢેબરીયા વય નિવૃત થતાં બન્નેને વિદાયમાન આપવા માટે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ગઈકાલે વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર કે.ડી. નીનામા, હળવદ શહેર પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર બરંડા, હળવદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર અંબાણી તથા મોરબી વર્તુળ કચેરીએથી અધિકારોઓ, ઈજનેરો તથા હળવદના નામાંકિત અગ્રણીઓ અને હળવદ પીજીવીસીએલના તમામ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વિદાયમાન થતાં બન્ને કર્મીઓને શુભેચ્છા પાઠવી હતી.

- text