મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ હળવદ પ્રાંત હર્ષદીપ આચાર્યને સોપાયો

- text


મોરબી : મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે અત્યાર સુધી પુરવઠા અધિકારી ડી.સી. પરમાર કાર્યરત હતા. જો કે આજ રોજ તેઓ વય નિવૃત થતા આ જવાબદારી હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ કે. આચાર્યને સોંપવામાં આવી છે. આ અંગે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે.

- text