મોરબીના પુરવઠા અધિકારી અને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડી.સી.પરમાર નિવૃત 

- text


પોતાની કારકિર્દી દરમિયાન ડાઉન ટુ અર્થ રહી લોકોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવી યાદગાર કામગીરી કરી 

મોરબી : મોરબીના પુરવઠા અધિકારી અને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડી.સી.પરમાર આજે વયનિવૃત થયા છે. તેઓએ પોતાની કારકિર્દી દરમિયાન ડાઉન ટુ અર્થ રહી લોકોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવી યાદગાર કામગીરી કરી છે.

રાજ્યમાં ફરજ બજાવતા 8 જીએએસ અધિકારીઓ આજે નિવૃત થયા છે. જેમાં મોરબીના પુરવઠા અધિકારી ડી.સી. પરમાર પણ આજ રોજ વય નિવૃત થયા છે. તેઓ મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પણ હતા. નિવૃત થયેલ આ તમામ અધિકારીઓનો આજે કચેરીએ ફરજનો છેલ્લો દિવસ હતો. તેઓને સ્ટાફે હર્ષભેર વિદાયમાન આપ્યું હતું.

ડી.સી. પરમાર અગાઉ માળિયા મામલતદાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જ્યાંથી તેઓને ડે. કલેકટરનું પ્રમોશન મળ્યું હતું. ત્યારબાદ તેઓએ રાજકોટ પણ ફરજ બજાવી છે. ઉપરાંત તેઓએ મોરબીમાં પુરવઠા અધિકારી તરીકે ગરીબોના હક્કના અનાજમાં ગેરરીતિ કરતા માળિયાના ત્રણથી ચાર દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ પણ કર્યા હતા.

- text

વધુમાં તેઓએ મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે અનેક પ્રશ્નોના પોતાની કોઠાસૂઝથી નિકાલ કર્યા છે. તેઓ આજે નિવૃત્તિના દિવસે પણ મોડી રાત સુધી પાણી નિકાલ સહિતની કામગીરીમાં કાર્યરત રહ્યા હતા.

- text