ચેતતા રહેજો…! જુના બસ સ્ટેન્ડ પાછળ પાણીમાં છુપાયેલ રોડની કડથી અનેક અકસ્માત સર્જાયા

- text


મોરબી : મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ પાણીમાં છુપાયેલ રોડની કડથી અનેક અકસ્માત સર્જાયા છે. જેથી શહેરીજનોએ આ વિસ્તારમાં જતી વેળાએ ચેતવું જરૂરી બન્યું છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નવા ડેલા રોડથી અયોઘ્યાપુરી રોડ જવાય છે ત્યાં બે રોડ વચ્ચે મોટી કડ થઈ ગઈ હોય જે પાણીના કારણે દેખાતી ન હોવાથી અનેક વાહનચાલકોના વાહન અહીં ફસાયા હતા. ઉપરાંત અનેક લોકો અહીં પડ્યા પણ હતા. પાલિકા તુરંત આ મામલે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

- text

- text