મોરબીની એમ. એમ.સાયન્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન વિરોધ દિનની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજમાં ઘણા વર્ષોથી ચાલી રહેલા NCC માં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી આર્યભટ્ટ CSC ના સંચાલક દીપેન ભટ્ટ તથા NCCના કેડેટ દ્વારા વિદ્યાર્થીઓને માદક પદાર્થના સેવનથી થતા ગેરફાયદા વિશે સમજાવવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત દરેક છાત્રો પાસે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલ માંડવીયા, નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પ્રાયમરી હેલ્થ સેન્ટરના ડોક્ટરો હાજર રહ્યા હતા.

- text

- text