હળવદ માર્કેટિંગ યાર્ડની પેઢીના કર્મચારીએ 69.64 લાખનું કરી નાખ્યું 

- text


પેઢીના માલિકની જાણ બહાર બરોબર ઉઘરાણી કરી ફુલેકુ ફેરવી નાખતા ફરિયાદ 

હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની પેઢીના કર્મચારીએ પેઢી માલિકની જાણ બહાર બરોબર તલની ઉઘરાણીના 69.64 લાખ રૂપિયા ઉઘરાવી લઈ પેઢીનું કરી નાખતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જય કિશાન ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા અને ધ્રાંગધ્રાના રતનપર ખાતે રહેતા પેઢીના ભાગીદાર નારસંગભાઇ ઉર્ફે નવલસિંહ બનેસંગ ડોડિયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની પેઢીમાં કામ કરતા ઉમેશભાઈ નરશીભાઈ પારેજીયા રહે.કણબીપરા હળવદ વાળાએ તા.7 જૂનથી 21 જૂનના સમયમાં પેઢીના તલ વેચાણના નાણાંની બારોબાર ઉઘરાણી કરી કુલ મળી રૂપિયા 69.64 લાખ રૂપિયા હડપ કરી ગયા છે. આ મામલે હળવદ પોલીસે પેઢીના કર્મચારી વિરુદ્ધ આઇપીસી કલમ 406 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text